ચાણક્ય ચંદ્રગુપ્ત
ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્યના મંત્રી તરીકે કામ કરતા હતા તે સમયની આ વાત
છે. એકવાર સાંજના સમયે ચાણક્ય પોતાના ઘર પર કોઇ કામ કરી રહ્યા હતા. ચીનનો એક માણસ
ભારતના પ્રવાસે આવ્યો હતો અને ચાણક્યના કાર્યની વાતો સાંભળીને તેને મળવા આવ્યો
હતો. ચાણક્ય કામમાં ડુબેલા હોવાથી પેલા મુલાકાતીને થોડો સમય રાહ જોવા માટે વિનંતી
કરી અને કામ પુરુ કરીને આપણે વાતો કરીએ એમ કહ્યુ અને કામમાં લાગી ગયા.
કામ પુરુ થયુ એટલે ચાણક્યએ દુર બેઠેલા
પેલા મુલાકાતીને નજીક બોલાવ્યો અને બંને વાતોએ વળગ્યા. આ સમય દરમ્યાન થોડીવારમાં
નોકર એક દિવો લઇને આવ્યો આ બંને વાત કરતા હતા ત્યાં એક બીજો દિવો સળગતો હતો .
નોકરે પેલા સળગી રહેલા દિવાની જગ્યાએ નવો લાવેલો દિવો મુક્યો અને પેલા દિવાને
ધીમેથી ફુંક મારીને ઓલવી નાખ્યો.
ચીનથી આવેલા મુલાકાતીએ આ જોયુ એટલે એ પુછ્યા વગર ન રહી શક્યો કે આવું કેમ કર્યુ ? એક દિવો પહેલેથી જ અહિંયા સળગતો હતો તો એને ઓલવીને આ નવો દિવો કેમ લાવ્યા ?
ચાણક્યએ હસતા હસતા જવાબ આપ્યો કે ભાઇ તમે જ્યારે મને મળવા માટે આવ્યા ત્યારે હું રાજ્યનું કામ કરતો હતો અને ત્યારે જે દિવો સળગતો હતો એના તેલનો ખર્ચ રાજ્યના ભંડોળમાં પડતો હતો. અત્યારે તમારી સાથે વાત કરું છુ એ રાજ્યનું કોઇ કામ નથી આ મારું અંગત કામ છે અને એટલે હું રાજયનું તેલ મારા અંગત કામ માટે ના બાળી શકું મારા નોકરને સુચના આપેલી છે કે જ્યારે મારું અંગત કામ ચાલતું હોય ત્યારે રાજ્યના ભંડોળમાંથી તેલ માટે ખર્ચ થતો હોઇ તે નહી પણ મારા અંગત પગારમાંથી તેલનો ખર્ચો પડે એવો બીજો દિવો સળગાવવો.

પેલો ચીની મુલાકાતી તો ચાણક્યની સામે જ
જોઇ રહ્યો .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો