WEL COME TO PARESH PRAJAPATI BLOG .

A GOOD TEACHER IS A MOBILE UNIVERCITY OF KNOWLEDGE .

PARESH

A NATION DOES NOT GREAT BY SHOUTING SLOGANS .

સોમવાર, 15 જુલાઈ, 2013

ઇકો કલબ

ઇકો કલબ શું છે?
ઇકો કલબ એટલે શાળાના પ્રકૃતિપ્રેમી વિઘાર્થીઓનું એવું એક સંગઠન કે જે પ્રકૃતિ અને પર્યાવરણ સંરક્ષણની કુશળતા અને જાણકારી પૂરી પાડતી એક અનૌપચારિક સક્રિય વ્યવસ્થા.
મહત્‍વનો લક્ષ્‍યાંક:
પર્યાવરણ અંગેની જાગૃતિ કેળવવા તથા પર્યાવરણની સુધારણા અને રક્ષણ કરવા માટે જરૂરી પગલાં લેવા દેશમાં શાળાના બાળકોને સાંકળી ઇકો કલબની સ્થાપના કરવી.
પરિસ્‍થિતિ વિજ્ઞાન (ઇકોલોજી) :
અંગ્રેજીમાં Ecology (સંતુલનશાસ્ત્ર) શબ્દ મુળ ગ્રીક શબ્દ ‘Oikas’ એટલેકે પરિવાર સાથે સંબંધ શબ્દાર્થ સૂચવે છે. સંસ્કૃતમાં પણ એક સમાન શબ્દ છે. ઓસક જેનો અર્થ ધર થાય છે. આમ પર્યાવરણ એ વિશ્વવ્પાયી પરિવારનો પ્રતિકાત્મક સંબંધ પણ સૂચવે છે. આમ ઇકોલોજી એટલે કુદરતમાં પ્રાણીઓ તથા વનસ્પતિ કઇ રીતે રહે છે તેના સંબંધોનું અભ્યાસ કરતું શાસ્ત્ર એટલેકે વિજ્ઞાનની એક શાખા એટલે પરિસ્થિતિ વિજ્ઞાન.
શિક્ષકની ભૂમિકા:
સૌ પ્રથમ જે શાળાઓમાં આ કાર્યક્રમ અમલમાં મૂકાનાર છે તે શાળામાંથી એક શિક્ષકને પસંદ કરવામાં આવશે અને આ શિક્ષકોને ઓરિએન્ટેશન તાલીમ આપવામાં આવશે. સાથે ઇકો કલબના સભ્યોને પોતાની શાળામાં તેમજ અન્ય શાળાઓમાં પર્યાવરણની જાગૃતિના કાર્યક્રમો તથા પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાના રહેશે. શિક્ષક દ્વારા અઠવાડિયામાં ઓછામાં ઓછા એક કલાક માટે ઇકો કલબના સભ્યોને ભેગા કરી કોઇ ને કોઇ પ્રવૃત્તિ કરાવવાની રહેશે. આવતા અઠવાડિયામાં કઇ પ્રવૃત્તિ કરાવવી તે અંગે વિઘાર્થીઓ અભિપ્રાય આપે તે રીતનું પ્રોત્સાહન પૂરું પાડવાનું રહેશે. આચાર્ય સાથે ચર્ચા કરી તેના અમલ માટે જરૂરી તૈયારી કરવાની રહેશે.
પ્રવૃત્તિઓ:
·                  પ્રાથમિક શાળાના બાળકોની બનેલી ઇકો કલબ સમાજને વધુ ઉપયોગી બને એ માટે નીચેના જેવી    બાબતો મુખ્ય છે.
·                     ધન કચરાનો નિકાલ.
·                     પ્રદૂષણ અટકાવવામાં મદદગારી.
·                     પાણીની અછત નિવારણની કામગીરી.
·                     નાગરિક સુવિધાઓમાં મદદગારી.
·                     સ્કુલગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષારોપણ.
·                     પાણીનો બગાડ અટકાવવાની જાગૃતિ.
·                     જાહેર બાગ - બગીચાની જાળવણી.
·                     લોકોમાં પર્યાવરણની સુધારણાનો મૈત્રીભર્યો અભિગમ અને વલણ તથા અભિરૂચિ કેળવવી.
·                     જમીન અને ભેજ સંરક્ષણ અંગેની જાગૃતિ કેળવવી.
·                     ઇકો કલબ અંતર્ગત શાળાકીય પ્રવૃતિઓ
·                     સ્વસ્થ જમીનની રચના.
·                     શાળા ઔષધબાગની રચના કરવી.
·                     શાકભાજીના બગીચા કરવા.
·                     કચરાનાં કંપોઝ ખાડા કરવાં.
·                     પર્યાવરણની દ્રષ્ટિએ અગત્યના સ્થળો જેવાકે વન્યપ્રાણી ઉઘાનોઅભ્યારણ્યો તથા પ્રદૂષણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત ગોઠવવી. જાગૃતિ માટે શિબિરોનું આયોજન કરવું.
·                     શાળાઓમાં કે જાહેર જગ્યાઓમાં વૃક્ષોના વાવેતરની કામગીરી તેમજ શાળાકૉલોનીજાહેર સ્થળો અને તેમની આસપાસની જગ્યાએ સ્વચ્છતાની પ્રવૃત્તિ કરવી. વ્યકિતગત સ્વચ્છતા પ્રત્યે સભાનતા ઉભી કરવી. જેમકે જમતાં પહેલાં હાથ ધોવાડોયાથી પાણી પીવુંનખ કાપવાખોરાક - પાણીને ઢાંકીને રાખવાગંદકી કરવી નહિં.
·                     જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા શિક્ષણ આપવું.
·                     શાળા કે બહારના જાહેર બાગ - બગીચાની સ્વચ્છતા અને જાળવણી માટે સભાનતા કેળવવી.
·                     આ કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણ અંગેની સ્પર્ધાઓ અને વાર્તાલાપ અંદરો અંદર યોજવા. દા.ત. ચિત્ર સ્પર્ધાનિબંધ સ્પર્ધાવકતૃત્વ સ્પર્ધા.
·                     ઉત્સવોની ઉજવણી કરવી. વિશ્વ પર્યાવરણ દિનવનમહોત્સવવન દિવસ વગેરે.

તાલીમ:
આ સંદર્ભે રાજય કક્ષાએથી તાલીમનું આયોજન કરીને શાળા સુધી પહોંચવાનો અભિગમ રહેલો છે. રાજય કક્ષાએ યોજાતી તાલીમ દરમ્યાન વિવિધ પર્યાવરણ અંગે કાર્ય કરતી સંસ્થાઓની પણ મુલાકાત કરાવવામા઼ આવે છે. રાજય કક્ષાએથી તૈયાર થયેલ તજજ્ઞો દ્વારા જિલ્લા કક્ષાએ અને શાળાઓના શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે.
પ્રકાશનો:
આ કાર્યક્રમમાં સમાવિષ્ટ તમામ શાળાઓને આ અંતર્ગત કરવામાં આવતી પ્રવૃત્તિઓ અંગેનું જરૂરી સાહિત્ય તૈયાર કરી આપવામાં આવેલ છે. જેમાં સ્વસ્થ જમીનનું નિર્માણ કેવી રીતે કરવુંશાળામાં તથા બહાર વનસ્પતિ સંરક્ષણ કેવી રીતે કરવુંશાળામાં ઔષધબાગની રચના કેવી રીતે કરવી તથા અન્ય દિવસોની ઉજવણી તથા આ અંગે યોજવાની થતી સ્પર્ધાઓ વિશે પણ સાહિત્ય તૈયાર કરી શાળાઓને આપવામાં આવેલ છે.
અમલીકરણ:

પ્રાથમિક શાળાઓમાં આ કાર્યક્રમનું અમલીકરણ કરીએ ત્યારે શિક્ષકના માર્ગદર્શન હેઠળ વિઘાર્થીઓની ટુકડીઓ બનાવી આ અંતર્ગત પ્રવૃત્તિઓ કરાવી શકાય. જેથી પ્રાથમિક કક્ષાએથી વિઘાર્થીઓમાં પર્યાવરણ જાળવણી સંદર્ભે જાગૃતતા કેળવી શકાય. જયારે તાલીમી સંસ્થાઓમાં આ કાર્યક્રમનું અમલીકરણ કરીએ ત્યારે સંસ્થાના તાલીમાર્થીઓને પ્રોજેકટ વર્ક આપીને આ પ્રવૃત્તિઓ કરાવી શકાય. જેને મૂલ્યાંકન પ્રક્રિયા સાથે પણ જોડીને કાર્યક્રમને વધુ અસરકારક બનાવી શકાય. વર્ષ ૨૦૦૬થી અજમાયશી ધોરણે ૪૦૦૦ પ્રાથમિક શાળાઓ તથા ૨૬ ડાયટમાં અમલીકરણ કરવામાં આવેલ હતુ. હકારાત્મક પ્રતિભાવોને આધારે વર્ષ ૨૦૦૭થી રાજયની તમામ પ્રાથમિક (૩૨૫૧૨) શાળાઓમાં અને ૨૬ ડાયટ તથા જીસીઇઆરટી સંચાલીત બી.એડ સંસ્થામાં અમલીકરણ કરવામાં આવેલ છે. શાળા દીઠ ગ્રાંટ આપવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો